STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

દેખાતાં નથી

દેખાતાં નથી

1 min
266

આવીશું કહીને ગયાં એ પાછાં દેખાતાં નથી,

શહેરમાંથી ગામનાં સીધાં રસ્તાં દેખાતાં નથી,


શહેરની ઝાકમઝાળ અને ભપકાદાર જિંદગી,

ઊંચી ઈમારતોથી ગામનાં પાદર દેખાતાં નથી,


ગામનાં ઘરઆંગણે વિતાવેલા સૂકુનનાં દિવસો,

એ પ્રસંગો કે એ ઉત્સવો પાછાં દેખાતાં નથી,


હતો ગામમાં ઘરોબોને સંબંધોમાં મીઠી મીઠાશ,

બિસલેરીમાં નદીનાં મીઠાં જળ દેખાતાં નથી,


સમી સાંજે માણીએ મંદિરે ઝાલર ને સૂર્યાસ્ત,

ઢબૂકતાં ઢોલ ગામડાંના, ડીજેમાં દેખાતાં નથી.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Tragedy