દેજે - હઝલ
દેજે - હઝલ
બોટલે-બોટલના રિવાજ દેજે,
પામવા દારૂ કામ-કાજ દેજે,
આ નશો ચડયો, લથડતો રહું છું,
પાડવા નીચે વીજ-ગાજ દેજે,
હું બહેરો થૈ જાવ ને ન સૂણું,
ત્યાં સુધીમાં આવી અવાજ દેજે,
કાગડા મળ્યા, ડાયરો થયો છે,
ઘોઘરો તોયે એક સાજ દેજે,
આમ તો 'સાગર' રોજ મગજ ચસકે,
ઘેલુડા જગનો એક તાજ દેજે.
