ડર
ડર


પ્રસન્ન થઈને રહેવું છે,
પણ દુનિયાની ઈર્ષ્યાથી ડરુ છું,
ચાલવું છે આગળ સમયની,
પણ ઈશુના નિયમથી ડરુ છું,
જીતવું છે સર્વ કળામાં,
પણ હારની ભીતીથી ડરુ છું,
વિચારોનો ઘડવો છે કાફલો,
પણ શરુઆતના એક વિચારથી ડરુ છું,
નયનના હાસ્યથી જીવવું છે જીવન,
પણ અશ્રુના વલોપાતથી ડરુ છું,
શીખવો છે શબ્દનો લય,
પણ અક્ષરના એક પદથી ડરુ છું.