STORYMIRROR

Meena Mangarolia

Fantasy Romance

3  

Meena Mangarolia

Fantasy Romance

ડાબો હાથ

ડાબો હાથ

1 min
13.7K


હું કહું છું હાથમાં ચાંદ,

રમતો તારલિયો...

અને હાથમાં એનો

ડાબો હાથ એટલે પ્રેમ...


હું કહું છું સાત રંગોનું મેઘધનૂષ

અને સાત જનમોનો સંગાથ એટલે પ્રેમ...


અચાનક પ્રેમી પંખીડા મળે

અને એકમેકની આંખોમાં

વહાલ ઝળકે એટલે પ્રેમ...


રાત દિવસ સજીધજી ને

બેઠેલી પ્રિયતમાને મન

ભરીને જોવી એટલે પ્રેમ...


તું ખરેખર સુંદર છે...

એમ કહેતા એના ચહેરાનુંં

ગુલાબી થવું એટલે પ્રેમ...


ડગલે પગલે,

પલે પલે વધતો

રહે એ પ્રેમ...

પ્રેમાળ કમળના પુષ્પ જેવો પાંગરતો,

પ્રેમ જે આ જીવન ટકી રહે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy