દાતણ
દાતણ
આવે છે યાદ?
દાતણથી સવારે
દાંત રમતાં ?
બાવળ, વડ
લીમડો ને કણઝી
કરંજ ડાળી
તાજી લીલુડી
રસદાર ચાવતાં
સૂકલકડી
હાથમાં સૂડી
લઈ બાપુજી સાંજે
બાવળ કાપી
ડાળી લાવતાં
બા પાણીમાં બોળી
પોચી કરતાં
દાંતે ઘસતાં
હાથમાં લઈ લોટો
ઓટલે બેસી
એજ ઉલિયું
ને એજ ટુથબ્રશ
બે મોઢાંવાળું
દાતણ નાનું
લેવાના છે દાતણ?
બૂમ પડતી
ઓકી દાતણ
જ જે કરે, નરણે
હરડે ખાય
દૂધે વાળું જે
કોઈ કરે, તે ઘર
વૈદ્ય ન જાય
દાતણ દેશું
દાડમી ઘરે આવો
ગાતાં પ્રભાતે
દાતણ આજે
ઓટલા લોટા સાથે
ભૂલાયા હવે
