ચંપાનું ફૂલ
ચંપાનું ફૂલ
ના મોગરો, ગુલાબ કે મઘમઘતો કેવડો,
સંતાયેલી સુવાસ મળે જ્યાં શ્વાસ લઉં ઊંડો.
મીઠી સુગંધવાળું મસ્ત મદમાતી મહેંકવાળું,
મારા મનનું માની તું છે એ સોનવર્ણી ફૂલ!
પેલું ચંપાનું ફૂલ.
શરદે દીધી શીતળતા,શિશિરે કર્યું સુંવાળું.
ગ્રીષ્મે દીધો ગરમાવો,હેમંતે કર્યું હુંફાળું.
વસંતે ખીલવીને કર્યું સોહામણું એ ફૂલ.
વર્ષાએ વરસી કર્યું વહાલસભર એ ફૂલ.
પેલું ચંપાનું ફૂલ.
કોકને ગમે સૂરજમુખી, કોકને કૌરવપાંડવ ફૂલ
મને તો ગમે પાંચ પાંખડીયાળું લાલ ચંપાનું ફૂલ.
>
શ્વેત પીળુ રતુમ્બડું ચટકીલું સોનેરી ફૂલ,
મારા મનનું માનેલું એ ગર્વીલું ફૂલ!
પેલું ચંપાનું ફૂલ.
જૂઈ જાઇને રાતરાણી વૃક્ષો છે અનેરા,
વૃક્ષોમાં શિરોમણી છે ચંપા રૂપાળા .
રૂક્ષમણીએ રઢ લઈ સ્વર્ગમાં પારિજાત રોપાવ્યા,
અમે આંગણામાં કમનીય ચંપા રોપાવ્યા મને ગમે
પેલું ચંપાનું ફૂલ.
ચંપાતા ચરણોએ ચુંટવું ગમે એને,
વેણીમાં ગુંથીને પહેરવું ગમે મને
મારા વ્હાલમનું વ્હાલુ આ રસભર્યું ફૂલ
મારા દીલને કરે પ્રફૂલ્લઆ ગમતીલું ફૂલ
આવું આ ચંપાનું ફૂલ.