STORYMIRROR

Dr.Bhavana Shah

Tragedy

3  

Dr.Bhavana Shah

Tragedy

ચકલીઓ

ચકલીઓ

1 min
226

ક્યાં ગઈ ચકલીઓ ? અરે.....

જે મારા આંગણામાં ચી ચી કરતી' તી,


ખોબો ભરી નાખ્યું ચણ ચણતી'તી,

એક-બે ત્રણ ને' ચાર ભેગી મળી,

ફેર ફુદરડી ફરતી'તી,


ક્યારેક ઘરના છાપરા ક'ને, તો ગોખ મહી,

તણખલાનો માળો ગૂૂંથતી 'તી,                         

ક્યારેક બારીથી તો બારણેથી,

કેવી આવન-જાવન કરતી'તી,


આજે હું શોધું છું એને !

પૂછું છું તમને ! ક્યાં ગઈ ચકલીઓ ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy