ચકલી ઊડે ચરરર
ચકલી ઊડે ચરરર
ચકલી ઊડે ચરરર.ચરરર
ગીત ગાતી જાય બેચાર !
ચકલી તો ન ચારો ખાય,
ચકો ચકી ખીચડી ખાય !
ચકલી ઊડે ચરર..ચરરર
ચકી ચકાનો માળો મજાનો,
ભર્યો ભર્યો સુખનો ખજાનો !
ચકલી ઊડે ચરરર.....ચરરર
ચકી સાંજ ટાણે રાહ જુએ,
ચકા કાજે નિત શૃંગાર સજે !
ચકલી ઊડે ચરરર ......ચરરર
ચકી ચકો ચાંચમાં ચાંચ પરોવે,
પછી નેહથી નેનથી નેન લડાવે !
ચકલી ઊડે ચરરર........ચરરર
ચકી ચકાનો પ્રેમ ન એક દિનનો,
ચકી ચકાનો પ્રેમ જિંદગીભરનો !
ચકલી ઊડે ચરરર.........ચરરર
ચકી ગીત ગાયે ચકાને મનગમતું,
ચકો ગીત ગાયે ચકીને મનગમતું !
ચકલી ઊડે ચરરર......... ચરરર.
નિરખો નિરાંતે જીવન ચકીચકાનું
કાન્તાસુત પામીશ સાર સંસારનું !
