STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

4  

Jivatiben Bachubhai Pipaliya

Fantasy Others

છે હવાની લહેર જીવન

છે હવાની લહેર જીવન

1 min
329

આપશો ને તો હરખશે આ બધી સુંદર ક્ષણો ! 

માંગશો ને તો તરસશે આ બધી સુંદર ક્ષણો !


ઈશ કૃપાથી જિંદગી તો બાગ સમ સુંદર મળી,

માણશો ને તો મલકશે આ બધી સુંદર ક્ષણો ! 


ઉર મહીં ખારાશ ને દ્વેષો ભરીને જો તમે,

રાખશો ને તો ખટકશે આ બધી સુંદર ક્ષણો !


જિંદગી તો પ્રેમનું બંધન મજાનું છે હવે,

માનશો ને તો રણકશે આ બધી સુંદર ક્ષણો !


છે હવાની લ્હેર જીવન જાણજો 'શ્રી' આટલું,

સાધશો ને તો ચમકશે આ બધી સુંદર ક્ષણો !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy