છે એક જીન
છે એક જીન
મારી પાસે પણ,
છે એક જીન,
જાદુઈ ચિરાગમાં નહિ,
મારાં હૃદયમાં રહે છે એ,
એમને ચિંતા હરપળ મારી,
પ્રભુ દુઃખ આપી શકે,
કદી તકલીફ ન પડવા દે એ,
મારી વણમાંગી વસ્તુ પણ,
તુરંત હાજર કરે એ,
ઘણા ખાસ છે એ,
હરદમ હૃદયની પાસ છે એ,
મારી જરૂરિયાતોને પૂર્ણ કરવા,
સખત મહેનત કરતાં એ,
મારું સુખ જોઈ,
ખુશ થાય છે એ,
જાણો છો કોણ છે એ,
એ છે મારાં ,
" વ્હાલા પપ્પા "
