છાપાનાં છાનગપતિયાં
છાપાનાં છાનગપતિયાં
જાહેરાતમાં ભલે ઝાઝી અતિશયોક્તિ
વળી સમાચારમાં જાહેરાતની યુક્તિ,
કેટલુંય છૂપાવે જ્યાં કામનું ભાથું
સાચું શોધવાં ભમે વાચકે માથું,
કોઈની બજાવે કુર્નિશ એ જાણતાં
ખુરશીની પછી સૌ મઝા માણતાં,
મઢે મહોરું દાનવ તણું જાણી જાણી
છાપે ઉતારે રોજ આરતી દેવ જાણી,
દિવ્ય ચળકતો અમાસે નિશમાં ભાસ્કરે
કાળા અક્ષરે કામ કાળા શ્વેત તસ્કરે,
કઈંક જૂઠ ઢાંકતાં કઈંક ઉપજાવતાં
મબલખ ધન એમાં નિપજાવતાં,
અંધારી રાતનો ભૂતિયો સંદેશ વહે
સમ ભાવે ગુર્જર દેશે સમાચાર ડહે,
સંસ્કારને ધર્મનાં નામે પૂર્તિ સજે
વેરઝેર કોમમાં ઊભા કરી કજે,
ને સાવ નથી તૂત એમાં છાપતાં
થોડું ઘણું તો તથ્ય અમે માપતાં,
બેસણાં કોઈના હોય તો જ આપતાં
બાકી લોકની વાત હોય લાપતાં,
પાપનાં ભાર તળે ખોખલી જન સત્તા
થઈ ગયાં ચતુર્થ સ્તંભે હતાં ના હતાં,
ઊંધી વળી ફૂલછાબ કરમાઈને
છાપતાં છાનગપતિયાં જે આપે કમાઈને,
જાહેરાતમાં ભલે ઝાઝી અતિશયોક્તિ
વળી સમાચારમાં જાહેરાતની યુક્તિ,
કેટલુંય છૂપાવે જ્યાં કામનું ભાથું
સાચું શોધવાં ભમે વાચકે માથું.