ચાલવું છે
ચાલવું છે
સપનાંની નહીં ખુશીઓની સવાર બનું છું,
રોજ ઉજાસ બનીને નવી સવાર લાવું છું,
રોજની વધતી ચિંતા બનતી ચિતા સમાન,
રાતનાં અંધકારને દૂર કરવા પ્રકાશ માગું છું,
જ્યાં અજાણી રાહ પર પગ લથડી જતાં,
મુસાફર સારથી બનીને રસ્તા પર ચાલવું છે,
સંબંધમાં જ્યાં શબ્દો નથી સાથ આપતાં,
ઢળતી પ્રકૃતિના ખોળે મૌન બની વિહરવું છે,
મુરઝાઈ ગયેલો ચહેરો જોઈને એકલતા લાગે,
મારે ચહેરા પરની એ મુસ્કાન બનીને હસવું છે,
આંખોથી ન કહેલી કેટલી છૂપી વાતને જાણવાં,
મારે પાંપણ બનીને તારી આંખોમાં મહાલવું છે.