ખાલીપો
ખાલીપો
ખાલીપો આજ દિલ મહીં વરસી ગયો,
હૂંફાળો સ્પર્શ ચેપી રણમાં વિખેરાઈ ગયો !
લાગે છે જીવન અમસ્તું જ થંંભી ગયુું,
દુકાને ઊભેલા એ સ્ટેચ્યુમાં ફેરવાઈ ગયું !
ખૂલતાં જ હોઠો શબ્દો અચાનક અદ્રશ્ય થયા,
તડકે પેલા ઝાંકળબિંદુ બની ઊડી ગયાં !
સંબંધો માત્ર વિડીયો કોલીંંગ બન્યા,
ચ્હાની ચૂસ્કીમાં એના બે ઘૂંટ પીવાઈ ગયા !
અંતરનાં ભાવો ખૂશામતિયા મ્હોરે છૂપાઈ ગયા,
સર્વરના અભાવમાં સાચે જ ડિસકનેક્ટ થઈ ગયા !
ખાલીપો આજ દિલમહીં વરસી ગયો,
હૂંંફાળો સ્પર્શ ચેપી રણમાં વિખેરાઈ ગયો !