Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Inspirational

શણગાર

શણગાર

1 min
213


સોળ શણગાર કહીને અંગોમાં બાંધે છે,

રીતરિવાજના નામે રુઢિઓમાં બાંધે છે !


એની ઓળખ માટે કયાં છે કોઈ શૃંગાર ?

હક જતાવવા એનો માન્યતામાં બાંધે છે !


જુદીજુદી જણસ ને જુદાજુદા આ રંગો,

ભાગ્ય અને શ્રદ્ધા કેરા પ્રતિકમાં બાંધે છે !


પ્રસંગોમાં આ અલંકારોનું અનેરું બહુમાન,

જુદી નાતજાત જુદા વ્યવહારમાં બાંધે છે !


સાજ શણગાર સજવાના બધા સ્ત્રીઓને,

સંબંધો, સંસ્કાર, લાજ, મર્યાદામાં બાંધે છે !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy