Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

ચૈતન્ય જોષી

Tragedy


4  

ચૈતન્ય જોષી

Tragedy


કેટલાક લોકો

કેટલાક લોકો

1 min 179 1 min 179

પાણીને પણ મથનારા હોય છે કેટલાક લોકો,

જળને મહિ માનનારા હોય છે કેટલાક લોકો,


જળમંથનમાંથી કદી દૂધ મળવું અસંભવ છે,

બંધ આંખે સમજનારા હોય છે કેટલાક લોકો,


તૃષા કદી મૃગજળ ના છીપાવી શકે હકીકત,

વાત પોતાની રાખનારા હોય છે કેટલાક લોકો,


આશાના તાંતણે બંધાઈને પુરુષાર્થ કરનારા,

હવાઈ મહેલ બાંધનારા હોય છે કેટલાક લોકો,


આખરે નિરાશાને નિષ્ફળતા આવે જીવનમાં,

કથીરને કંચન ગણનારા હોય છે કેટલાક લોકો.


Rate this content
Log in

More gujarati poem from ચૈતન્ય જોષી

Similar gujarati poem from Tragedy