Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mrugtrushna Tarang

Tragedy

4  

Mrugtrushna Tarang

Tragedy

તેજ - ઝીલમિલ

તેજ - ઝીલમિલ

1 min
212


તૂટેલા મન ને તૂટેલી પેન્સિલ રે તેજ, 

કેમ કરી ઠરી ગયાં ડીપફ્રિજરમાં ઝીલમિલ !


મૈત્રીભાવનું ઝરણું કર્યું'તુ યુવાનીમાં રે વહેતું તેજ,

દરકાર ભીડની ન કરી, તેં તોડ્યો વિશ્વાસ કેમ રે ઝીલમિલ !


કૉલેજ કાળ મોજમસ્તીમાં વિતાવ્યો'તો ભેળાંભેળો તેજ,

ગુમાન તવ સુખનું રાખી, શાને તોડ્યો તેં મને ઝીલમિલ !


તારાં સુખદુઃખે આપ્યો સાથ હરદમ તને તેજ,

ને ખંજર કેમ કરી તેં ભોંક્યું પીઠે મારે ઝીલમિલ !


સિંગલ પૅરેન્ટની ઉછાળી કેમ ખબર તેં સરેઆમ તેજ,

તારાં સધવા હોવાનો ગર્વ છલકાવ્યો જ આખરે તેં ઝીલમિલ !


દરેક સમસ્યાનું સમાધાન મેળવી મુજથી સુકુન પામતી તું તેજ,

થેંક્યું ન કહેવા સાથે આખોય શ્રેય તું જ કેમ ઝુંટવી લેતી ઝીલમિલ !


અહીંનું અહીં જ હોય છે ભોગવવાનું તેજ,

કર્મ ફળથી બચવા ઉપવાસ નૈં લાગે કામે ઝીલમિલ !


® તરંગ

09/06/21


★★★ તેજ - ઝીલમિલ ~ સંસ્મરણો ★★★


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy