ચાલને સખી
ચાલને સખી
ચાલને સખી આપણે એકબીજાના થઇને રહીએ
સૌદૅયની મુરત છીએ આપણે ચાલને ચારેકોર સૌદયૅ ફેલાવીએ,
માન જાળવિએ આપણે એકબીજા નુ શુ કામ આપણે અલગ થલગ રહીએ.
ચાલને સખી દોસ્તીનો નવો ચિલો ચીતરીએ,
નારી છિએ આપણે તો બીજી નારીનુ સ્વમાન જાળવીએ
ચાલને સખી સ્રીત્વની ગરિમા જાળવિએ,
સ્વયમ ની રક્ષા, સ્વયમ બળે થી જ કરીએ ,
નજરુ ઉઠે જે બદ ઈરાદે તેને તો ફોડી દઈએ,
ચાલને સખી હવે અબળા ના કહેવાઈએ.
સાચો પ્રેમ જે આપે હદયથી તેના પર સ્નેહની વષૉ કરી દઈએ
નથી થવુ આપણે કોઈના સમોવડી,
આપણે તો આપણા સ્થાનેજ શ્રેષ્ઠ છઈએ.
ચાલ ને સખી એક નવી જ પહેલ કરીએ,
હોઠો પર સ્મિત રાખી સૌના ચહેરા પર મન થી સ્મિત લાવીએ .
ચાલને સખી જીવનને ઉમંગના રંગોથી ભરી દઈએ...
