કવિતા
કવિતા
આલિંગન એ ઓછું પડયું'તું,
આખરી શબ્દનું ભારણ રહયું'તું.
ક્યાં વાત હતી છેલ્લી મુલાકાતની,
ખુદ ઈશ્વરને પણ રડવું પડયું'તું.
એ હાશકારો, હદયનો પોકારો,
તુજથી મુજમાં ભળવાનું કારણ
મળયુ'તું.
હસ્તરેખાઓ ના મળી તો શું થયું,
હૃદય તો બસ તુજ એકથી મળ્યું'તું.

