તકલીફો
તકલીફો
તકલીફો ધણી ટકરાય છે જીવનમાં
પણ એક બુંદ હકારાત્મકતાની
તું આપી જાય ત્યા જીવન સરોવર છલકી ઉઠે
અભાવોથી શુષ્કતા ઘેરાય
પણ એક અમીની વર્ષા તારી
લીલીછમ હરિયાળી ફેલાવી દે
આમતેમ અથડાતું પછડાતું મન
ભાંગી પડે
પણ એક શબ્દમાં મનને સંભાળવાની કળા
તું શીખવી જાય
પ્રશ્નો પણ તેજ સર્જ્યા ને જવાબ પણ તેજ
આંટીધુંટી ઓમા ફસાવ્યા પણ તેજ
પણ એવા સમયે હાથ ઝાલ્યો જ્યારે સૌ એ તરછોડ્યા
પણ સંકટમાં આવી ને ઊગાયૉ તેજ
હે સર્જનહાર સર્વોપરિ શકિત
તુજમાં અપાર અને અખુટ શકિતઓ
ભરી છે, મુજ પામર પર તારી કૃપા દ્રષ્ટિ ને સદા રાખ જે મહેર
