STORYMIRROR

Nayana Viradiya

Drama Fantasy Children

3  

Nayana Viradiya

Drama Fantasy Children

ચાલ બચુડા, લઈ લે

ચાલ બચુડા, લઈ લે

1 min
212

ચાલ બચુડા લઈ લે પાટી નિશાળ નિશાળ રમીએ,

દફતર ને ચોપડી લઈને શેરીએ શેરીએ ઘુમીએ,

તું મમ્મીનો મોબાઈલ મેલી દે, હું પપ્પાનો હેડફોન દઉ છું છોડી,

ચાલને નદીને કિનારે જઈને મીઠી કવિતા ગણગણીએ,

ઈન્ટરનેટ ને મોબાઈલની દુનિયાને ચાલને લાગણીઓથી જોડીએ,

ચાલ બચુડા લઈ લે..


પંખીની પાંખે ચાલને આંખો માંડીને કલ્પના નવી રચીએ,

ખેતર મહીં ઘુમીને ચાલને નવી હવાએ ઠંડાઈ દિલમાં ભરીએ,

શહેરના શોરબકોરને નિરાંતના નવા ગીતોથી જોડીએ,

ચાલ બચુડા લઈ લે..


ઘરની દિવાલો કૂદી ને ચાલને દુનિયા ને મુઠ્ઠીમાં ભરીએ,

વોટ્સેપ ને ફેસબુકના ખાલી સંબંધોને છોડી,

ચાલને લાગણી નવા સેતુથી માનવતાને જોડીએ,

ચાલ બચુડા લઈ લે..


મોબાઈલમાં આપણને ભૂલેલા માતા-પિતાને અંતર સ્નેહથી ખોળીએ,

પૈસા પાછળ બહુ ભાગેલા માણસને પ્રેમે પાછા વાળીએ,

ચાલ બચુડા લઈ લે..


દેશને છેતરનાર ને સબક ભણાવી દેશપ્રેમ આગળ ધરીએ,

પ્રકૃતિની પિડા ને પ્રદુષણને સાથે મળી દૂર કરીએ,

ભારતના ભાવિ છીએ તો ભારતને નવી દિશાએ વાળીએ,

ચાલ બચુડા લઈ લે..


પુરાણોની આ સોનેરી ભૂમિને અમૂલ્ય ડાયમંડ કરીએ,

દુનિયા આખીમાં ભારતને શિરતાજ કરી મોખરે કરીએ,

ચાલને આજ ભગવાન સાથે ઓનલાઈન ઓનલાઈન ભણીએ,

નવનિર્માણની તાકાત આપે એવી પ્રાર્થના કરીએ,

ચાલ બચુડા લઈ લે.                                 


Rate this content
Log in

Similar gujarati poem from Drama