ચાહની ચુસ્કી
ચાહની ચુસ્કી
નશો રાતનો એ ઉતરતો નથી તો
તેં પીધો઼ એ જામ ચડતો નથી તો
કદી ચુસ્કી પ્યાલી ભરી તેં જીવનમાં ?
વાહ ! ઉત્સાહ કહેવા ચાની ચુસ્કી લઈને
તો જો,
છે છાશ સોમરસ ભલે સમજી તું પીતો,
લે ચાની ચુસ્કી ને ધૂંટડો ભરીને તું જો
સવારે સવારે વાહ ! ઉસ્તાદ કહેવા,
ચાની રકાબી હોંશે ધરીને તો જો,
વાધમાંથી બકરી બકરીનો વાઘ,
કદી કો'ક માટે કરીને તું જો,
માત્ર નિજાનંદ માટે, સમયના તકાજે;
ચાની ચુસ્કી જરી લઈને તો જો,
અજબ ચાની દુનિયા, ગજબ ચાની ચુસ્કી
કશુંક પાર કરવા કશું
વિશ્વ કાજે,
ચુસ્કી લેનારાને, ચા તું ધરીને તો જો,
એ જ ખુરશી, એ જ છાપું
એ કડક મિજાજ ને મીઠ્ઠી,
ચા સમી ગરમા ગરમ જિંદગી,
કદી મિજબાની
માટે ચાની ચુસ્કી ધરીને તો જો,
નશો રાતનો તમસથી ભર્યો છે,
તેં સોમરસ ને અમૃત કહ્યો છે,
કદી કોઈકની સવાર ગુલાબી કરવા
ચાના ચુસ્કીને ધરીને તું તો જો,
'ચા' નો નશો નહીં 'ચાહ'નો નશો હો,
બસ એટલું સમજવા તું
ચાહની ચાહને સમનારને
સમજી તો જો.
