STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

ચાહી તો જુઓ !

ચાહી તો જુઓ !

1 min
634

કુદરતની કમાલ છે, ચાહી તો જુઓ !

મજાનો સુંદર તાલ છે, ચાહી તો જુઓ !

 

કરી સુંદર દુનિયા ફૂલોથી સજાવી,

ખંજનશોભિત ગાલ છે, ચાહી તો જુઓ !

 

આપ્યો સંદેશ સ્વચ્છતાનો નદીઓ થકી,

નિર્મળતાની મશાલ છે, ચાહી તો જુઓ !

 

સૂરમય જિંદગી, જાણે ગાતી હવા,

આત્મીયતાની ચાલ છે, ચાહી તો જુઓ !

 

’સાગર’ એના ખોળે કરો મન હળવું,

મીઠેરું તેનું વ્હાલ છે, ચાહી તો જુઓ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy