STORYMIRROR

Diptesh Mehta

Fantasy

3  

Diptesh Mehta

Fantasy

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી

1 min
491

નયનરમ્ય હીંડોળે પ્રેમથી ઝૂલાવીએ,

ઝૂલોને માં અંબા જગદંબા,

આવી આંગણીએ નવલી નવરાત્રી,

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી...


આસોની 'નવરાત્રી' લઈને આવી દેવી દુર્ગા કરી હાથીની સવારી,

મઢૂલી મહી હિંચકે ઝુલે માં અંબા જગદંબા,

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી...


પહેલાં નોરતે માં 'શૈલપુત્રી' રુપે પૂજાય,

બીજે નોરતે માં 'બહ્મચારિણી' સ્વરૂપે,

ત્રીજે નોરતે માં 'ચંદ્રઘટા' નો ઝૂલો મનભાવન, 

માં તારા ઝૂલાનો શણગાર રંગબેરંગી,

ચાચર ચોકે ગરબે ઘુમે અમારા સૌ પરિજનો સંગ,

ઝૂલો ને માં અંબા જગદંબા,

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી...


ચોથે નોરતે ઝૂલે ઝૂલાય માં 'કૂષ્માંડા' સ્વરૂપે,

પાંચમે નોરતે 'સ્ક્ન્દમાતા' ને ઝૂલે ઝૂલાવીએ,

છઠ્ઠું નોરતું માં 'કાત્યાયની' સ્વરૂપે,

ચાચર ચોક રંગાયો વાદળી - લાલ- પીળા ને લીલા રંગે,

ગરબો ઘુમે સૌ બાળ ગોપાળ સંગે,

ઝૂલો ને માં અંબા જગદંબા,

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી...


સાતમે નોરતે માં 'કાલરાત્રી' પૂજાય,

આઠમે 'મહાગૌરી' સ્વરૂપ,

માં તને ધરાવીએ છપ્પનભોગ સાથે આરતી'ની તો ઝાકમઝોળ,

ગરબે ઝુમે સૌ સાથે મિલાવે તાલ માં તાલ,

ઝૂલો ને માં અંબા જગદંબા,

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી...


નવમે નોરતે શ્રધ્ધાથી માં તારા હવન થાય,

રાત્રે મનભરીને ગરબા ઘુમાય પછી રંગેચંગે 'માં' તને વળાવાય,

'દિપુ' કરે વિનવણી માં તું રાખજે સૌ ઉપર તારા ચાર હાથ,

ઝૂલો ને માં અંબા જગદંબા,

ચાચરચોકમાં આવી નવરંગી નવરાત્રી...


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy