ચા સાથે વાત
ચા સાથે વાત
જોમ જુસ્સો શરીરમાં લાવે ચા,
દરેકને હંમેશા ફાવે છે આ ચા,
તન બદનની સુસ્તી ભગાવે ચા,
નવી એનર્જી નવી તાજગી આપે ચા,
દોસ્ત સાથે દોસ્તી વધારે આ ચા,
સવારની એલાર્મ જેવી છે ચા,
ઊંઘ ભગાવે ચા માતૃસમી છે ચા,
સ્વાગત મહેમાનોનું થાય ચા સાથે
હજાર વાતો થાય આ ચા સાથે,
દેશ, વિદેશ, ઘર, નોકરી, ધંધો, ક્રિકેટની વાતો થાય ચા સાથે,
એક કપ ચાથી દુશ્મન પણ દોસ્ત બને,
એવી જાદુઈ છે ચા,
ચા શીખવે, ઉકળે એ વધારે ટેસ્ટી બને,
અર્થાત્ મુસીબતોમાં માણસ નિખરી શકે,
શક્કર જેવા મીઠા બનો પણ ચા જેવા કડક પણ રહો,
દૂધ જેવા પવિત્ર રહો,
ઈલાયચી અદરકની જેમ કાર્યની મહેક ફેલાવો,
ચા સાથે મળી સૌ એક બને,
સમાજમાં પણ એકતા જરૂરી સમજાવે આ ચાય.
