બોલ જિંદગી
બોલ જિંદગી
મુકતક બનાવું કે હાઈકુ,
બોલ જિંદગી, શબ્દોનો શું ચખાવું જાયકો..
ગઝલ લખું તુજ પર કે નજમ,
કાં પછી રાહડો લખું, તુજ પર ઠાવકો,
ચારણી આપુ ઓપ લઈ ડીંગળ સંગાથ,
કે પીંગળના શબ્દ વાઘે, બનાવું રાવ રાયકો.
મુકતક બનાવું કે હાઈકુ,
બોલ જિંદગી, શબ્દોનો શું ચખાવું જાયકો.
