STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

બલા અને તેનો સાજન

બલા અને તેનો સાજન

1 min
366

તું ધગતો ધણી, હું તારી બાયડી સાજન,

જનમોના પાપે હું તને આથડી સાજન,


તારી કે મારી કોઈ ખબર નથી લેતું,

તૂટ્યું જોડું તું, હું પનોતી ચાખડી સાજન,


તારા-મારા અવાજે લોકો કાને હાથ દેતાં,

તું કૂડો કાગડો, હું કાળી કાગડી સાજન,


મળશે નહિ તારા-મારા સંબંધનો જોટો,

તું ઊનો ઢેબરો, હું ઊની તાવડી સાજન,


બલા કહે ‘સાગર’ મોઢાં સડેલાં આપણાં,

તોયે બંનેને જોવા થાય પડાપડી સાજન.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy