બખોલ પાડી જાય છે
બખોલ પાડી જાય છે
મારી જિંદગીમાં કોઈ બખોલ પાડી જાય છે
મન બીજામાં હોય પછી તે આપણું ક્યાં થાય છે ?
હું થોડો નબળો પડું ને કોઈ પાનખર બની જાય છે,
જેને હસાવવાનો પ્રયત્ન કરું ને તે હસી થઈ જાય છે,
એક સારું રાતનું સપનું બનું ને કોઈ દિવસ કરી જાય છે,
સમય સાથે કઈ રીતે ફરું કોઈ પાવર જ કાઢી જાય છે,
આવી આવીને તેની યાદ મારી ઊંઘ બગાડી જાય છે,
પછી ગુલાબ પણ ડાળખીમાં કાંટા ઊગાડી જાય છે,
ઘરે જતા નથી કહેતો કોઈ પણ વાત
કેમકે મમ્મી થોડી ચિંતામાં આવી જાય છે,
કોઈ ચાર આંખ કરવા દોડતું આવી જાય છે
રહેવા દો આ બે બહેનો જ બધું કહી જાય છે,
હું ચાલવા નીકળુ ને કોઈ બીજું થાકી જાય છે,
અત્યારના બાળકને ક્યાં બાળપણ દેખાય છે,
તે પણ બાળપણમાં જવાની સમજી જાય છે,
ક્યાં ગયા ? ને શોધું રસ્તો ભટકવાની રાહ બની જાય છે,
બધા જ ઉપર વિશ્વાસ રાખી ત્યાં રાજદીપ હારી જાય છે,
શીખી શીખી ને ઘણું જિંદગી શીખવાડી જાય છે,
તારું ને મારું કરીને અંતમાં તે મારું ક્યાં થાય છે,
એટલે જ કહું છું
મારી જિંદગીમાં કોઈ બખોલ પાડી જાય છે.