STORYMIRROR

anjana Vegda

Tragedy Others

4  

anjana Vegda

Tragedy Others

બીક લાગે છે - કોવિડ -19

બીક લાગે છે - કોવિડ -19

1 min
246

હવે તો ક્યાં કંઈ ઠીક લાગે છે,

મને સુખ પણ હવે ક્ષણિક લાગે છે,


રખે ને ક્રોધિત થયો હશે એ ખુદા,

પળેપળ પતન નજદીક લાગે છે,


કડવું સત્ય સમક્ષ છે છતાંય મને

વહેમ કોઈ, ભ્રમ કદીક લાગે છે,


બંને હાથે સમેટી લઉં જિંદગી,

હવે શ્વાસો પણ જરીક લાગે છે,


અવિરત મુસાફરીનું ચાલે ચક્ર,

મનુષ્ય એક પથિક લાગે છે,


દશા ભૂંડી જગતની થઈ જોજો,

મનખને મનખની બીક લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy