Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Patel ***નેહ***

Tragedy

4.4  

Neha Patel ***નેહ***

Tragedy

બહુરૂપી ઝરૂખો

બહુરૂપી ઝરૂખો

1 min
1.0K

ઠાલવે છે હરકોઈ હૈંયાની હેલ, ઊભા ઝરુખડે સંગ,

રંગાયો છે ઈ'જ ઝરૂખડો પળે-પળના રંગે સંગ,

સાંભરે છે મા'ડી યાદો શહીદ 'લાલ'ની, ઊભી ઝરૂખડે સંગ,

થયો કેસરિયો ઈ'જ ઝરૂખડો મમતા સંગ,

ઝંખે એ પ્રીત્યુઘેલી માશૂકા પ્રીતમતણાં નેણ, મરડી ઝરુખડે અંગ,

વીંધાયો ઈ'જ ઝરુખડો! કાતિલ નજરૂંનાં મિલન સંગ,

વળગી છે સખી-સહેલીયું વાત્યુંના વંટોળે, ઊભી ઝરુખડે સંગ,

મલકાયો ઈ'જ ઝરુખડો! મીઠી ટીખળે સહેલીયું સંગ,

ઘેલુડી માવલડી કેડીએ લઈ 'કાન'ને, ઊભી ઝરુખડે સંગ,

બોલ્યો ઈ'જ ઝરુખડો ! કાલી-ઘેલી બોલીમાં બાળ સંગ,

વાગોળી આખા દિ'ની ગાથા, 'તાત' ઊભા ઝરુખડે સંગ,

અટવાયો ઈ'જ ઝરુખડો ! લેખાજોખાનાં હિસાબ સંગ,

મૂંઝાઈ સાવ એકલી-અટૂલી એકલતા, ઊભી ઝરુખડે સંગ,

ડૂબ્યો આજ ઈ'જ ઝરુખડો ! શૂન્યતા સંગ,

ઠાલવે છે હરકોઈ હૈંયાની હેલ, ઊભા ઝરુખડે સંગ,

રંગાયો છે ઈ'જ ઝરૂખડો ! પળે-પળના રંગે સંગ.

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy