STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

3  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

ભોળાનાથ તમે..!

ભોળાનાથ તમે..!

1 min
26.8K


સૌનાં મનમંદિરે પધારો ભોળાનાથ તમે!

સૌનાં બદલાવો વિચારો ભોળાનાથ તમે!


કલિ પ્રતાપે લોક સ્વાર્થને પ્રપંચમાં રાચે,

એના જીવનને સુધારો ભોળાનાથ તમે!


પામવાં અધિક નાણું કર્મ કેવાં કેવાં કરે,

ભેદ મિટાવો મારોતારો ભોળાનાથ તમે!


તમે ભોળાને વળી દયાળું આવું કરોને,

થાય માનવીય વ્યવહારો ભોળાનાથ તમે!


પરખે પ્રત્યેકમાં પ્રભુ જનમાં જનાર્દન,

ભ્રષ્ટાચારને આપે જાકારો ભોળાનાથ તમે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama