ભોલે બાબા નમન કરવું
ભોલે બાબા નમન કરવું
ભોલે બાબા, નમન કરવું, તુજનાં દ્વાર મારે
ભોલે નાથા, તિલક કરવું, તારું માથે જ મારે,
આવ્યો તારે, દર પર હું, માંગુ શું ? તું છે દયાલું
લોકો માં તું, હરદમ રહે, છે જ તારો સહારો,
ટોળી છે, ભૂતગણ ગણની, કંઠમાં વાસુકી છે
પ્યાલા પીધા, અમરત ગણી, ઝેરનાં લોક કાજે,
તારે ક્યાં છે, જરૂરત કંઈ, છે તું સ્મશાનવાસી
આવે તારે, નગર પર, ખાલી ન જાયે કદીયે,
ભોલા ભોળો, અવનિ પરનો, નાથ તું તો ગણાયો
માગ્યું આપ્યું, જગત ભરને, દેર ક્યારે ન કીધી,
વાગે તારું, ડમરું જગ ને, ઓમકારે જગાડે
સૌના માટે, ખળખળતું, સંગીત તારું વગાડે.
