STORYMIRROR

THAKOR BHARATSINH

Romance Others

4  

THAKOR BHARATSINH

Romance Others

ભળી હશે

ભળી હશે

1 min
560

સૂરજની કિરણ ભાળી હશે,

આભ ઝરૂખે તું મળી હશે.!


સાંજની સંઘ્યા ઢળી હશે,

આતમ ઝરૂખે તું મળી હશે.!


બાગમાં ફૂલની ખીલી કળી હશે,

ઉંબર ઝરૂખે તું મળી હશે.!


દિલમાં રોશની ઝળહળી હશે,

મન ઝરૂખે તું મળી હશે.!


અમાસની એ રાત કાળી હશે,

સપના ઝરૂખે તું મળી હશે.!


લાશ મારી જ્યારે બાળી હશે,

આગના ઝરૂખે તું મળી હશે.!


આંસુના દરિયામાં તું ભળી હશે,

'સરલ 'ની રાખમાં તું ભળી હશે.!


Rate this content
Log in

Similar gujarati poem from Romance