ભીંજાયું મન, આંગણે આ રાહનો વરસાદ
ભીંજાયું મન, આંગણે આ રાહનો વરસાદ
ભીંજાયું મન, આંગણે આ રાહનો વરસાદ છે
ભીની આંખો, પાંપણે આ પ્યારનો વરસાદ છે,
પ્રેમની ખાતાવહીમાં, પેનથી લખતો રહું
શબ્દ ભીના કાગળે, આ શબ્દનો વરસાદ છે,
શું થયું ? મોસમ ભ્રમરની, બાગમાં જામી નથી
તનબદનનાં તાપણે, આ સળગતો વરસાદ છે,
છલકે છે ભાગીરથી, બંધોને સરવર ને નાળા
બંધ બારી બારણે, આ ટપકતો વરસાદ છે,
બાળકો બચપણભર્યા, દૂરથી તેને જોયા કરું
ઘરડું તન ને છાપરે, આ યાદનો વરસાદ છે.
