ભીની વ્યથા
ભીની વ્યથા
થોડુંક રફુ કરું ને થોડીક સાંધુ છું,
વેરણછેરણ થાય પહેલાં બાંધુ છું,
વીતેલી વાતો' વીતેલી યાદોનું પોટલું,
નજરઅંદાજની ચાદરથી ઢાંકુ છું,
લાજ, મર્યાદા, પીડા જણસની જેમ,
અમાનત બહુ કિંમતી હું સાચવું છું,
જેટલો ઊંડો ઘા જખમોથી લગાવ,
અર્ધબળેલી ઈચ્છા જ્યારે ઝાંખુ છું,
ગમા-અણગમાઓ ગઝલમાં ઠલવાય,
ઝીલ આંખોમાં ભીની વ્યથા આંજુ છું.
