બહેન
બહેન
વિસારે માતાને, ક્ષણિક ભર સૌ, જોઈ ભગિની,
બહેની જાણે કે, મદદ કરવા, કાજ જનમી.
બહેની જો નાની, કર કમળથી, હેત કરતી,
સહેલી જેવી તે, રમત ગમતે, સંગ રમતી.
બહેની જો મોટી, મનવચનથી, માત સરખી,
રસોડે રાંધીને, જતન કરતે, જાત ખરચી.
ભલે તે જીતે જો, હરખ ભર તે, હાર ખમતી,
રક્ષા બાંધી હાથે, અમ જિવનના, લેખ લખતી.
લપાતી છુપાતી, અમ સરવના, ભાગ ગ્રહતી,
અડોશી પાડોશી, ઘર વગરના, ધ્યાન ચહતી.
વિસારે માતાને, ક્ષણિક ભર સૌ, જોઈ ભગિની,
વળી વારે વારે, ઘડિક ભર તે, ભાર ઝિલતી.
