ભાઈ-બહેન
ભાઈ-બહેન
લોહીના નાતે બંધાયેલા, છે ભાઈ-બહેન,
અતૂટ ગાંઠે ગંઠાયેલા, છે ભાઈ-બહેન,
પવિત્ર સુતર તાંતણે રાખડી છે સાક્ષી,
હેત તારલા ટંકાયેલા, છે ભાઈ-બહેન,
મા-પિતાના વહાલના વારસાઈ એ મોતી,
જીવનમાં પરોવાયેલા, છે ભાઈ-બહેન,
કેટલી પણ તૂ તૂ મેં મેં થાય તો શું થયું,
ફૂલ માળાએ ગૂંથાયેલા, છે ભાઈ-બહેન,
જુગો જીવે ભાઈ ‘દિવ્ય’ આશિષ બેની તણાં,
સંબંધો નિત સચવાયેલા, છે ભાઈ-બહેન.
