બેટી
બેટી


બની બેટી હું આવી મા - બાપના જીવનમાં,
બની વહુ જઈશ હું કાલે પારકે આંગણે.
કેમ બનાવી એ રાત ભગવાને,
આજ નહી તો કાલ બની હું પરાઈ.
જેને શીખવાડી મને પા પા પગલી,
તેને જ કરી મારી વિદાઈ.
કરી પાળી પોષી જેણે મોટી મને,
કરી વિદાઈ એ જ હાથેથી મારી.
નાજુક છે દિલ મારું, હતી હું નાદાન ત્યાં જ,
કરી દીધી પરાઈ, થશે કેમ સહન ?
નથી થતી સહન તે વિયોગવેળા,
છતાં.... કઠણ કાળજે થઈ જતી પરાઈ.
આટલો અટપટો સંબંધ કેમ છે મારો ?
શું આ જ નસીબ છે એક બેટીનું !