STORYMIRROR

Isha Kantharia

Romance Inspirational Others

3  

Isha Kantharia

Romance Inspirational Others

બેઠી છું

બેઠી છું

1 min
207

આંખોમાં ખુશીનું મહાસાગર લઈ બેઠી છું,

તમને પોંખવા તાજા ફૂલહાર લઈ બેઠી છું,


મને ખબર છે ! તમે દીવાના છો સાદગીના,

છતાં આજે સોળ શણગાર સજી બેઠી છું,


મળશું બંને વર્ષોના વિરહની વેદનાઓ પછી,

માટે તૃપ્ત કરવા પ્રેમનો કંસાર લઈ બેઠી છું,


અરે ! તને જોવા તાલાવેલી લાગી છે હૈયે,

ઉરે લાખો કલ્પનાઓના ઘોડાપુર લઈ બેઠી છું,


'ઈશા' ખુશીમાં નાચીશ આજે શીખંડી બની,

કેમકે વર્ષોથી તારા પ્રેમમાં તડીપાર થઈ બેઠી છું.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Romance