બચતા રહીએ
બચતા રહીએ
રોટલી ભાજી ને નેવે મૂકી
ખાવા ચાલ્યા પીઝા ને બર્ગર.
દૂધ ઘી તો ઉતરે નહિ ગળે
ખાવા ચાલ્યા હૉટલમાં ચટાકેદાર.
પીઝા ને બર્ગરને યાદ કરી
ખાય પછી દવા સાથે રોટલી.
રાખીએ ખાવામાં ભોજન ઘરનું
રાખીએ તનને મજબૂત ને તંદુરસ્ત.
ભાજી રોટલીને ભાખરી ખાઈને
બચતા રહીએ હૉસ્પિટલની દવાથી.
