બાળકો
બાળકો
બાળકો છે તો, આ સમગ્ર સૃષ્ટિ મસ્ત મસ્તાન છે,
દરેક બાળક છે,
અલગ ફૂલ અને દુનિયા ઉદ્યાન છે,
માતા પિતા માટે તો બાળક બની રહે છે
જીવવાનું કારણ,
માતા પિતાની દરેક પ્રવૃત્તિ પાછળ હંમેશા બાળકનું અનુસંધાન છે,
બાળકનું હાસ્ય, બાળકનું રૂદન, બાળકની જિ દ, બાળકની નિર્દોષતા
ખુશી ખુશી જેનું પાલન કરાતું હોય, બાળક એવું ફરમાન છે,
બાળકોને હોય છે, જાદુની દુનિયાનું ખુબ જ આકર્ષણ
આમ જોવા જઈએ તો બાળક પોતે એક જાદુસમાન છે,
બાળકોને જલ્દી જલ્દી મોટા બનાવી દેવાની હોડ છે નુકસાનકારક,
કુદરતી રીતે જ મોટા થવા દેવામાં બાળકોનું ઉત્થાન છે,
આપણને વહેમ હોય છે, કે આપણે શીખવીએ છીએ બાળકોને
જોવા જઈએ તો બાળક જ આપણને આપે જિંદગીનું સાચું જ્ઞાન છે,
બચપન તો વહી જતું હોય છે, દરેક વ્યક્તિની જિંદગીમાં
બચપનું બરકરાર રાખવામાં સમગ્ર જિંદગી ની શાન છે,
બાળકોને સારા બનાવવાનું છે, ખુબ જ આસાન
બાળકોને સુખી રાખવું એટલું જ બાળ વિજ્ઞાનછે.
