બાલગીત
બાલગીત
બાળકોને મનોરંજન પીરસે છે બાલગીત,
સાથે એનામાં ગેયતાને ભરે છે બાલગીત,
પ્રવૃત્તિ સાથે શિક્ષણનો અભિગમ સાકાર,
ભણતરમાં એને રસ લેતાં કરે છે બાલગીત,
પ્રકૃતિ કે પછી આસપાસનો જે હો વિષય,
ભૂલકાંઓને જ્ઞાનની વાત ધરે છે બાલગીત,
કદીક કલ્પનાનાં સહારે ગગનવિહારી કરતું,
બાલ મનોભાવને એ વિકસાવે છે બાલગીત,
ક્યારેક વયસ્કોને પણ શૈશવ ઢંઢોળી દેનારું,
કવિ અને ગાયકને રખેને જોડે છે બાલગીત.
