બાલદિન ચાચા નહેરુ
બાલદિન ચાચા નહેરુ
ગાવું છે રે ગીત મજાનું, બચપણ તારું
આઝાદીના ઉષઃ કાળ સમ, દીપે નિરાલું,
ફૂલ ગુલાબી શોભે જાકીટ, હસતા પ્યારું
દે મીઠી યાદું બાલદિન, ચાચા નહેરું,
દેશું શિક્ષા ગૌરવ ઘેલા, જય હો તારો
તું છે ભાવિ દેશનું વીરા, એક જ નારો,
નાના નાના ભેગા થાતા, હસતા ગાતા
ખોળે બેસી છૂપા-છૂપી, બહુ શરમાતા,
શિશુ ભાવે સહજાનંદી, હું દડબડ દોડું
પંખી મેળા આંગણ જામે, ચણ હું નાખું,
તાલી તોલે તવ શ્રીમંતાઈ, વાગે વાજાં
તારી હસીએ હસે દુનિયા, બાળા રાજા,
લૂંટા-લૂંટી ઝપાઝપી, માફ જ સારું
યાદ કરું જન્મ દિને, ચાચા નહેરું.