બા ને કાગળ
બા ને કાગળ
પ્રિય બા,
નીરખી તને હું શૈશવના અરીસામાં,
લખું હું તારાંં જ સંસ્મરણો આ કાગળમાં,
સંભળાવી હાલરડું મુજને તું ઘોડિયામાં,
અને ખોવાતી હું સ્વપ્નભરી મીઠી નિદ્રામાં,
પડતી હું ને દર્દ થતું તુજ માતૃ હૈયામાં,
થતી અડધી તું દેખી મુજને ઘાવમાં.
