અર્પણ
અર્પણ
તમે જો બની જશો પુષ્પ પરોઢિયાનું,
ભમરો બની ભવ્યતા રચી જઈશ હું,
ને બની વાદળ ઊડશો તમે આકાશે,
હાથ હિમાલયનો બની ભેટી પડીશ હું,
જો વહેશો હવામાં અદ્રશ્ય અનીલ સમ,
સુગંધ બની રેલાઈને ફેલાઈ જઈશ હું,
બની વાંસળી વાગશો કૃષ્ણા અધરો એ,
ગીત થઈ તમારું ગુંજન બની જઈશ હું,
ને સૂર સન્નાટાનો બની પધારશો તો,
શોર એ પણ શાંતીથી સાંભળી લઈશ હું,
હો કોઈ પણ અંગ અસ્તિત્વનું તમે,
આંખ આકાશની બની જોયા કરીશ હું,
જો આવશો મારું મોત બનીને પણ તમે,
તો મરીને પણ જિંદગી જીવી જઈશ હું,
ને “પરમ” બની પ્રગટશો જીવનાંતે,
“પાગલ” બની અર્પણ થઈ જઈશ હું.

