STORYMIRROR

Bhavna Bhatt

Inspirational

3  

Bhavna Bhatt

Inspirational

અર્પણ

અર્પણ

1 min
785


થોડુ હસતા રહો, થોડુ હસાવતા રહો,

થોડુ બોલતા રહો, થોડુ બોલાવતા રહો.


થોડુ છે આ જીવન, થોડુ જીવતા શીખો,

થોડુ છે અને થોડાની જ જરૂરિયાત રાખો.


થોડુ દુઃખ બીજાનું બાટતા રહો,

થોડુ સુખ બીજાને અર્પણ કરતા રહો.


લાવ્યા'તા સાથે શું ? અને લઈ જાશુ શું આપણે,

થોડામાંથી થોડુ વહેંચતા રહીએ આપણે.


એક નિષ્ઠ કર્મથી બીજાને મદદરૂપ થાતો જા,

સેવા એ જ સાચી દોલત છે એ વહેંચતો જા.


એક નાનુ કાર્ય કોઈને જીવન જીવાડી જાય છે,

ભાવના ભરેલી સેવા કોઈને ક્ષણિક હાસ્ય આપી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational