STORYMIRROR

Shaimee Oza

Drama

2  

Shaimee Oza

Drama

અનુભવ

અનુભવ

1 min
962


સપનાં સજાયેલી રાત મજાની,

ઉડાન વગરની જીંદગી નકામી.


અસાર પચે નહીં મુજને,

જીંદગી જીવવી એવી જે,

થોડામાં સમજાવી જાય.

મહેક તારી લોક દિલમાં

આદર્શ બની જાય.


રંગ વગર દુનિયા સુની,

ઔકાત બતાવવાવાળા માણસ

ન ફાવે લબ્સને,

પાગલ દુનિયા ચલાવે,

ડાહ્યા ડંફાસ કરે,

જીંદગી પોતાની મશ્કરીમાં ગુજારે,


આદર્શ આપણું હોય એવું,

જેના વિચારો કેરી નદીમાં,

ભીંજાવવા નું મન થાય.

જીવનમાં છાપ છોડી જાય આગવી,

વિચારહીન માનવી પશુંં સરીખો લાગે.


સામે કહી દેનાર મુજને પ્યારો લાગે,

હે દોસ્ત તાકાત હોય તો સામે બોલ,

પીઠ પાછળ બોલવું છે કાયરનું કામ,

શુરાતન ને લજાવે તેવા મિત્ર કામ ન કર.


દોરંગાથી દુરી બનાવ દોસ્ત,

ખુદ જીંદગી બગાડી,

તને ભરખી જાશે સદાય ને.

જીવનની નાવ તું આમ ડુબાડીશ માં.


Rate this content
Log in

Similar gujarati poem from Drama