અંતર કેરા
અંતર કેરા
અંતર કેરા ઓરડિયામાં,
ગુરુ તમારો વાસ જો,
સદાય આવી હૈયે રેજો,
રહેજો સદાય પાસ જો,
મુજ અંતર પર કૃપા તમારી,
નાખ્યો એવો પાશ જો,
અંતર મારું કબજે કરીને
ઝાલી જીવન રાશ જો,
હરપળ મારી સાથે રહીને,
મારગડો દેખાડતાં,
તમ ચીંધેલા મારગ ઉપર
મૂર્તિ તમારી ભાસજો,
અબૂધ આ અબળા નારીને,
ઊડવા દીધી પાંખ જો,
ગગન ગોખમાં હૈયુ ઘૂમે,
મળ્યા 'મોહન' બાપ જો,
'નંદી' હૈયે કાયમ રે'જો,
એવી હૈયે આશ જો,
અંતર ઈચ્છા એવી દેજો
ગુરુ ચરણમાં વાસ જો.
