અણુ
અણુ


ક્યાં વિશાળ બ્રહ્માંડ ને ક્યાં આ ટચૂકડો અણુ?
ચડે તોફાને તો અણુ કહે હું આખી સૃષ્ટિ હણું,
ભલે રહ્યું બ્રહ્માંડ પ્રચંડ પણ અણુ એને પાયે
ખાય ગોથા ભણનાર હજુ તો છે સૂક્ષ્મ કાયે,
વાયુ જળ નક્કર પદાર્થે અણુ કેન્દ્રમાં નાભિ
ઉલટાસુલટા ફરે વીજાણુ મહેણાં મારે ભાભી,
અનંત એવાં બ્રહ્માંડનો તાગ જાણવો સહેલો
અગાધ જાણવાં મને માપવો પામવો પહેલો,
ચોપડાં ફાડી ફાંફા મારો જ્યાં સમજવાં અણુ
ટૂંકું પડે પરમાણું હજી તારું જાણવાં પરમાણુ,
ક્યાં વિશાળ બ્રહ્માંડ ને ક્યાં આ ટચૂકડો અણુ?
સૂક્ષ્મ છું પણ દળ માપવાં મીંડાં અનંત ગણું.