STORYMIRROR

Raj Nakum ( ઘાયલ )

Romance

3  

Raj Nakum ( ઘાયલ )

Romance

અલગ છે

અલગ છે

1 min
27.6K


શારારત અલગ છે, શરાફત અલગ છે...

તું જે કરે છે, એ કરામત અલગ છે...


સાંજનું ઢળવું અલગ છે,

જાતનું બળવું અલગ છે,


ચોતરફ ભટકીયા પછી,

તારી યાદમાં પરત ફરવું અલગ છે...


હોઠ અલગ છે, મુસ્કાન અલગ છે,

મને જોઈને સ્મિથ આપે ને એ પળ અલગ છે...


દીવાનગી અલગ છે, ચાહત અલગ છે,

મારા પ્રેમની કઈક વાત જ અલગ છે...


ખ્યાલ અલગ છે, વિચાર અલગ છે,

તારી યાદ આવે ને એ રાત અલગ છે...


રીઝાવું અલગ છે, ગુસ્સો અલગ છે,

તું મનાવે ને એ રીતે કઈક અલગ છે...


તરસ અલગ છે, પાણી અલગ છે,

તને જોવાની પ્યાસની તડપ અલગ છે...


મોજા અલગ છે, દરિયો અલગ છે,

તારા પ્રેમમાં ડુંબવું એ કઈક અલગ છે...


તું અલગ છે, હું અલગ છું,

આપણે બંને સાથે હોય ને એ સમય અલગ છે...


હાથ અલગ છે, એના પરની લકીરો અલગ છે,

તું મારા નશીબમાં નથી એ સચ્ચાઈ અલગ છે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance