STORYMIRROR

Nirali Shah

Tragedy

4  

Nirali Shah

Tragedy

અજનબી

અજનબી

1 min
289

કેવાં હતાં આપણે ને કેવાં થઈ ગયા, 

સુખ દુઃખનાં સાથી અજનબી થઈ ગયા,


કેવી રીતે સમજાવું હું મારા દિલને,

એકમેકના આધાર મતલબી થઈ ગયા,


હર ડગરમાં હાથ પકડી સાથે ચાલનારા,

આજ જુઓ કેવા સ્વાવલંબી થઈ ગયા,


એકબીજાની ખૂબીઓથી આકર્ષિત થનારા,

પળવારમાં એકબીજામાં ખરાબી જોઈ ગયા,


પળભર પણ એકબીજાથી દૂર ના જનારા,

હંમેશ માટે દૂર જવા બેતાબી થઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy